શું તમે હજુ પણ કી બોર્ડ ઉપર બે આંગળીઓ વડે લખો છો?
ટાઇપિંગ શિખવનાર અભ્યાસક્રમ એ એક મફત, વપરાશકર્તા માટે મૈત્રીપૂર્ણ વેબસાઈટ છે જે આપને શીખવામાં મદદ કરવા માટે, અભ્યાસ માટે તેમજ તમારી ઝડપ અને ચોકસાઈ સુધારવા માટે તૈયાર કરવામાં આવી છે.
તમે એકવાર તમે ટચ ટાઇપિંગ કરી શકો તો તમે જે અક્ષરો લખવા માગો છો એમને શોધવા માટે તમારે કીબોર્ડ જોવાની જરૂર નહીં રહે અને તમે ઘણી વધુ ઝડપથી પણ ટાઇપ કરી શકશો!
ટચ ટાઈપિંગ દૃષ્ટિ ને સ્થાને સ્નાયુઓની યાદશક્તિ ઉપર આધારિત પદ્ધતિ છે. આ પદ્ધતિ ડેટા એન્ટ્રીની ઝડપ ખૂબજ વધારી આપે છે, ખાસ કરીને જો તમારે અન્ય દૃશ્ય સ્ત્રોતમાંથી લખાણ મેળવવાનું હોય.
ટચ ટાઈપિંગ પદ્ધતિ સાથે કરવામાં આવતું ટાઈપિંગ તમારા કમ્પ્યુટરની ઉત્પાદકતા નોંધપાત્ર રીતે સુધારે છે; તે ડેટા એન્ટ્રીની ઝડપ વધારે છે, અને શક્ય હોય ત્યાં, થાક અને આંખોની ઇજા ઘટાડે છે.
આ ટાઇપિંગ પદ્ધતિ શિખવનાર અભ્યાસ, તમે એક પછી એક પગલું ભરીને શીખી શકો, પોતાની પ્રગતિ ઉપર સ્વયં દેખરેખ રાખી શકો અને આનંદ પણ મેળવી શકો, એવા 15 પાઠ, એક સ્પીડ ટેસ્ટ અને રમતો ધરાવે છે!